Kમોરબી : વાંકાનેર તાલુકાના ભલગામના પાટિયા પાસેથી હાઇવે પર વોચ ગોઠવી આર.આર.સેલ રાજકોટની ટીમે દારૂ ભરેલો ટ્રક ઝડપી લેવામાં સફળતા મળી છે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લાના બામણબોર ટોલનાકાથી વાંકાનેર જવાના રસ્તા પરના ભલગામ પાસેથી ઇંગ્લીશ દારુ ભરેલ ટ્રક ઝડપી લેવામાં આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમને સફળતા મળી છે. આર.આર.સેલ દ્વારા દારૂના મોટા જથ્થા સાથે ડ્રાઇવરની સરબજિતસિંઘ સોહનસિંહ ઉ. ૩૨ રહે. અમૃતસર પંજાબ વાળાને ઝડપી લઈ ઊંડાણ પૂર્વક પુછપરછ શરૂ કરી છે અને હાલ મુદ્દામાલની ગણતરી ચાલુ કરવામાં આવી છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='25623,25624,25625,25626']