બસને પાછી લેવાના મુદે બન્ને ડ્રાઈવરોએ કરી તું તું મૈ મૈ : વાહનોના લાગ્યા થપ્પા હળવદ : હળવદના સરા રોડ પર બે એસટી બસ સામ-સામે આવી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરમાં બનતી અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે આજરોજ સાંજના અરસામાં સરા રોડ પર એસટી બસ સામ-સામે આવી જતા ભારે ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા. જયારે એસટી બસના બન્ને ડ્રાઈવરો દ્વારા પાછી લેવાના મુદે આનાકાની કરતા થોડાક સમય માટે સરા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. શહેરના સરા રોડ પર દિવસે અવારનવાર વાહનોના આડેધડ પાર્ક કરવાના કારણે ટ્રાફિકજામ સર્જાતો હોય છે જયારે આજે અમદાવાદ-મોરબી અને જામનગર - દાહોદ રૂટની એસટી બસ સામ સામે આવી જતા બન્ને ડ્રાઈવરોની વચ્ચે બસને પાછી લેવાના મુદે ભારે ચકજક ચાલતા અન્ય વાહન ચાલકો પરેશાન થવા પામ્યા હતા અને અંદાજે અડધો કલાક જેટલા સમય માટે સરા રોડ પર નાના-મોટા વાહનોના થપ્પા લાગ્યા હતા. આ ટ્રાફિક જામથી બહાર ગામથી આવતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન-પરેશાન થયા હતા. અંતે આ મામલે લોકોએ બન્ને ડ્રાઈવરોને મહામહાનતે સમજાવ્યા બાદ બસ ડ્રાઈવરોએ ટ્રાફીક હળવો કરતા રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.