પોરબંદરથી દીકરીની તબિયત પૂછવા આવેલા વેવાણને વેવાઈએ પણ માર્યા મોરબી : મોરબીમાં બીમાર પુત્રીની તબિયત જોવા આવેલ સાસુએ કામ ધંધો ન કરતા જમાઈને ધંધો કરવા સલાહ આપતા જમાઈએ ઢીકા પાટુનો માર માર્યો હતો અને વેવાઈએ પણ વેવાણને લોખંડનો પાઇપ માથામાં ફટકારતા મહિલાને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી બાયપાસ કેનાલ નજીક રહેતી પોતાની પુત્રી મધીબેન બીમાર હોવાથી પન્નાબેન દેવજીભાઇ પરમાર જાતે મારવાડી ઉ.વ ૫૦ ધંધો મજુરી રહે- પોરબંદર તુબડા મનાક્ષી રોડની બાજુમા સુભાષ રોડ હનુમાનજી મંદીર પાસે નાળાવાળા મોરબી આવ્યા હતા બાદમાં તેમના જમાઈ અર્જુન જીવાભાઈ ભાટી કાઈ કામ ધંધો કરતા ન હોય સાસુ પન્નાબેને કામ કરવા જણાવી ઠપકો આપતા જમાઈ અર્જુને સાસુને ઢીકા પાટુનો માર માર્યો હતો. અર્જુનના પિતા જીવાભાઈ નારાયણભાઇ ભાટી પણ ઝઘડામાં કુદી પડ્યા હતા અને પોતાના વેવાણ પન્નાબેનને માથામાં લોખંડના પાઇપ વડે માથામા એક ઘા મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.