મોરબી : મોરબીના નવલખી રોડ પર પરશુરામ મંદિર પાછળ ઝૂંપડ પટ્ટીમાં બાવળ કાપવાની કેમ ના પાડશ કહી એક વ્યક્તિનો ટાંટિયો ભાંગી નાખતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ભાલાભાઇ હરીભાઇ નગાણી ( વાંજા ) ઉ. ૪૫ રહે. નવલખી રોડ પરશુરામ મંદીર પાછળ ઝુપડામા મોરબીવાળાને આરોપી હજારીભાઇ હરીભાઇ નગાણી, ઉ. ૪૫ રહે. નવલખી રોડ પરશુરામ મંદીર પાછળ ઝુપડા મોરબી વાળાના પત્નીને ઝુંપડા પાસે ઉગેલા બાવળ કાપવાની ના પાડેલ હોય તેનો રોષ રાખી આરોપીએ ભુંડા બોલી ગાળો બોલી ધારીયા વડે ફરીયાદીને ડાબા પગે ફ્રેકચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ તેમજ અન્ય કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.