મોરબી : મોરબીના લગધીરપુર રોડ પર બેકાબુ ડમ્પર ચાલકે મોટર સાયકલ લઈને જઇ રહેલા શ્રમિકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત શ્રમિકને હોસ્પિટલ ખસેડાયો હતો. જાણવા મળ્યા મુજબ ગઈકાલે મોરબીના લગધીરપુર રોડ પર આઇવા ડમ્પર નંબર GJ-03-AT-2108 ના ચાલકે પોતાના હવાલા વાળુ આઇસર/ડમ્પર પુર ઝડપે બેફીકરાઇથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે આગળ પાછળનુ ધ્યાન રાખ્યા વગર ચલાવી સામેથી આવતા પંકજ ઉર્ફે લલીતભાઈ મોહનભાઈ રાજપુત ઉ.વ. ૩૫ રહે, હાલ લિવા સિરામિકની ઓરડીમાં લગધીરપુર રોડ તા.જી.મોરબી મુળ રહે, બદહારા આંશિક જી.કુશીનગર યુ.પી વાળાના મો.સા નંબર GJ-03-AM-1868 ને સામેથી હડફેટે લઇ પછાળી દેતા તેમને હાથેપગે તથા માથામાં ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે નરેદ્રપ્રતાપ માતાફેરસીંગ રાજપુત જાતે હીન્દુ ઉ.વ.૩૯ ધંધો નોકરી રહે. લાલપર વાળાની ફરિયાદના આધારે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.