તેજસ્વી તારલાઓ, દાતાઓ અને સેવાકીય ટ્રસ્ટોના સેવકોને કરાશે સન્માનિત મોરબી : મોરબીની પટેલ સમાજ વાડી ખાતે આગામી તા. ૮ જુલાઈને રવિવારના રોજ પાટીદારધામ દ્વારા ત્રિવિધ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેજસ્વી તારલાઓ, દાતાઓ અને સેવાકીય ટ્રસ્ટોના સેવકોને સન્માનિત કરવામાં આવશે. પાટીદારધામ દ્વારા આગામી તા.૮ જુલાઈને રવિવારના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૧ દરમીયાન શનાળા રોડ પર આવેલ પટેલ સમાજ વાડીમાં ત્રિવિધ સન્માન સમારંભ યોજાશે. કાર્યક્રમના પ્રારંભે રેજીસ્ટ્રેશન, દીપપ્રાગટ્ય, સ્વાગતવિધિ કરાશે ત્યારબાદ ધો.૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનું સન્માન અને હેતુ દર્શન અને પ્રાસંગિક પ્રવચન યોજાશે. બાદમાં દાતાઓનું સન્માન કરવામાં આવશે. આ સાથે પાટીદાર સમાજના સેવાકીય ટ્રસ્ટોના સેવકોને બહુમનિત કરવામાં આવશે. બાદમાં પ્રાસંગિક વક્તવ્ય અને આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. ૯૯૭૮૩ ૦૦૪૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.