(1) રેલવે યાર્ડમાં બેભાન થઈ જતા વાંકાનેરના આધેડનું મોત મોરબી : રેલવે યાર્ડમાં નોકરી કરતા વાંકાનેરના આધેડ ગઈકાલે અચાનક બેભાન થઈ જતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રેલવે યાર્ડમાં નોકરી કરતા કેશુભાઈ સવસીભાઈ મકવાણા ઉ. ૫૯, રે.ધમલપર, તા. વાંકાનેર વાળા ચાલુ ફરજે અચાનક બેભાન થઈ ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. (2) વાંકાનેરમાં યુવાને ઘેનની દવા પી લેતા સારવારમાં વાંકાનેર : વાંકાનેરના રુગનાથજી મંદિર રોડ પર રહેતા બ્રહ્મ ક્ષત્રિય યુવાન સચિન સુરેશભાઈ પડીયા ઉ. ૪૦ એ માનસિક બીમારીથી કંટાળી વધુ પડતી ઘેનની ટિકડીઓ ખાઈ લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.