સ્વચ્છતા સર્વેક્ષણમાં ૪૦૦૦ માંથી ૧૪૬૮.૮૦ પોઈન્ટ મળ્યા : રાજ્યમાં ૧૮માંથી સરકીને ૩૦માં ક્રમે મોરબી : મોરબી શહેર સ્વછતાની બાબતમાં દેશમાં છેક ૩૫૪ ક્રમે સરકી ગયું છે ૨૦૧૭ના વર્ષમાં ૨૦૦૦ પોઈન્ટમાંથી ૧૨૫૩.૩૬ પોઈન્ટ મેળવી દેશભરમાં ૯૬માં ક્રમે રહ્યું હતું. જોકે આ વર્ષે તેમાં પાલિકાને ધોબી પછડાટ મળી છે.મોરબી પાલિકાને ૨૦૧૮ સ્વચ્છતા સર્વેક્ષણમાં ૪૦૦૦ માંથી ૧૪૬૮.૮૦ પોઈન્ટ મળ્યા હતા જોકે અન્ય શહેર દ્વારા જે રીતે ટક્કર આપી હતી તેના કારણે મોરબી દેશના સ્વચ્છ શહેરનો યાદીમાં ૩૫૪માં ક્રમે જયારે રાજ્યમાં પણ ૧૮માં ક્રમેથી સરકી ૩૦માં ક્રમે ધકેલાઈ ગયું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ ગ્રેડની મોરબી નગરપાલિકા સફાઈ બાબતમાં ૨૦૧૮ના સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના સ્વચ્છ શહેરની યાદીમાં ૯૬માં ક્રમેથી ઘટી છેક ૩૫૪માં ક્રમે જ્યારે રાજ્યમાં ૧૮મા ક્રમેથી છેક 30માં ક્રમે ધકેલાઈ ગઈ છે.સર્વેક્ષણ દરમિયાન પાલિકા દ્વારા અનેક સ્થળે બેદરકારી દાખવી હોવાથી પાલિકાને ભારે મળી છે. અયોગ્ય આયોજન,કચરાનો સમયસર નિકાલ ન થવા,ડમ્પિંગ સાઈટ પર જોવા મળેલી ખામીઓ,જાહેર સ્થળે જોવા મળતી ગંદકી સહિતના અનેક કારણસર મોરબીને સર્વેક્ષણ દરમિયાન ૪૦૦૦ પોઈન્ટમાંથી માત્ર ૧૪૬૮.૮૦ પોઈન્ટ જ મળ્યા હતા. ૨૦૧૭મા થયેલ સર્વેક્ષણ મુજબ મોરબી પાલિકાને ૨૦૦૦માંથી ૧૨૫૩.૩૬ પોઈન્ટ મળ્યા હતા.