માળિયા મીયાણા : માળિયા મીયાણા નજીક હરીપર ગામ પાસે કચ્છ નેશનલ હાઈવે પર આજે ટ્રક પાછળ ટેઇલર ઘુસી જતા ટેઇલર ચાલક સહિત કલીન્ડરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. બનાવી વિગતો અનુસાર આજે બપોરના 12 કલાકના સમયે કચ્છ તરફથી આવતુ ટેઇલર gj-12-bw- 1022 મીઠુ ભરીને આગળ જતા ટ્રક gj-12-au-5427 પાછળ ઘુસી જતા ટેઇલર ચાલક અને કલીન્ડર ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે મીઠુ ભરેલ ટ્રક ડિવાઇડર પર ચડી ગયુ હતુ અને કચ્છ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. માળિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જાણવા મળ્યા મુજબ ડ્રાઈવર ની ડેડબોડી ટેઇલર ની બોડીમાં ફસાઈ જતા તેને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='25211,25210,25209']