મોરબી : મોરબી નેશનલ હાઇવે પર લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી નેશનલ હાઇવે પર વિશાલ ફર્નિચર નજીક લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં રહેતા વિક્રમ વસરામભાઈ ડાભી ઉ. ૨૫ નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી આપઘાતનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.