મોરબી : મોરબીની મોચી શેરી નજીક આવેલા ખાખરેચી દરવાજા પાસે કચરાના ગંજ ખડકાયા છે. કચરાના આ વિશાળકાય ગંજથી આસપાસના વિસ્તારના લોકો તેમજ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કચરાના આ ગંજથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ગંદકીના કારણે આસપાસના વિસ્તારના લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે. વધુમાં વરસાદ પડવાના એંધાણ થયા છે. ત્યારે વરસાદમાં આ ગંદકી વધે તે પૂર્વે તેને હટાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.