પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા : મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હળવદ : હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમા સુરવદર ગામે જવાના રસ્તા પર કોઈ ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવ ની જાણ થતા ડીવાયએસપી બન્નો જોશી સહિતનો કાફલો ધટના પહોચી ગયો હતો.જમીનમા દટાયેલા મૃતદેહને બહાર કાઢીને ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. હળવદ તાલુકાના દેવળિયા ગામની સીમમા સુરવદર ગામે જવાના રસ્તા પર અજાણ્યા આશરે ૩૫ વષના યુવાનની જમીનમા દાટેલી હાલતમા મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવ ની જાણ થતા ડીવાયએસપી બન્નો જોશી,હળવદ પોલીસ મથકના પી.આઈ વી.ડી.બ્રહ્મભટ્ટ, મામલતદાર વી.કે.સોલંકી અને વસંતભાઈ વધેરા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને મૃતદેહને શંકાસ્પદ હાલતમાં બહાર કાઢી પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક કોણ છે અને તેને જમીનમાં કોણે દાટ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.