વિપક્ષ વગરની ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પદ માટે આંતરિક ખેંચતાણ ટંકારા : વિપક્ષ વગરની કોંગ્રેસ શાસિત ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મધુબેન સંધાણી અને ઉપપ્રમુખ તરીકે મંજુબેન ડાંગર બિન હરીફ થયા છે, કુલ ૧૬ બેઠક વાળી ટંકારા તાલુકા પંચાયતમાં તમામ ૧૬ બેઠકોમાં કોંગ્રેસનો પંજો છે વિરોધ પક્ષ છે જ નહી ત્યારે હવે કારોબારી ચેરમેન ને લઈ આંતરીક વિખવાદ સામે આવે તેવા સંકેતો સાંપડી રહ્યા છે. આવતીકાલે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી થવાની હતી જેમા કુલ ૧૬ બેઠકોમાથી બધી બેઠક પર કોગેસનો કબજો હોવાથી ચૂંટણીનો પ્રશ્ન નથી, અહીં વિરોધ પક્ષના નેતા છે જ નહીં તેની વચ્ચે હવે કોગેસના બે જુથ વચ્ચે હરીફાઈ હતી જેમા એક જુથ પાસે ૧૨ સભ્યો અને બીજા પાસે ૩ સભ્યો અને એક સભ્ય તટસ્થ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પક્ષ દ્વારા પણ કોગેસના સૌથી જુના હરબટીયાળી સીટના મધુબેન અશોકભાઈ સંધાણીના શિરે પ્રમુખ પદનો તાજ અને તેની સાથે ગજડી સીટના મંજુબેન વિનુભાઈ ડાંગરને ઉપ પ્રમુખ માટે મેન્ડેટ હોવાથી આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં એક - એક ફોર્મ જ રજુ થતા હવે બિનહરીફ પ્રમુખ - ઉપપ્રમુખ આવતી કાલે પદભાર સંભાળશે. ટંકારા તાલુકા પંચાયતમાં ચુંટણી પહેલાં એક જુથ સામે હોય અને પ્રમુખ માટે લોબીંગ પણ કર્યુ હતું પરંતુ પુરતા સભ્યો ન હોવાથી ઉમેદવારી ન નોંધાવી હોય તેવુ જાણવા મળ્યું છે. બીજી તરફ વિપક્ષ વગરની ટંકારા તાલુકા પંચાયતમા કારોબારીનુ પદ મેળવવા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ છે અને આગામી દિવસોમાં આ બાબતે રાજકીય ગરમાવો આવે તેવા સંકેતો મળી રહ્યા છે.