મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી રઘુવીર સોસાયટીના કોમન પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. મોરબીના શનાળા રોડ પરની રઘુવીર સોસાયટીના કોમન પ્લોટમાં કચરાનો ઢગલો આવેલો છે. આ કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગતા સોસાયટીના રહીશોમાં ભયની લાગણી વ્યાપી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટરો તેના વાહન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. [caption id='attachment_3695' align='aligncenter' width='300'] ફાઇલ તસ્વીર[/caption]