મંડળ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ના કરવામાં આવેલ સામાજિક પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરાયો મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ના કરવામાં આવેલ સામાજિક પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરાયો હતો. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા નવલખી રોડ પર આવેલ મચ્છોયા આહીર સમાજની વાડી ખાતે યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો અને જ્ઞાતિજનો સમક્ષ મંડળના આગેવાનોએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. વાર્ષિક અહેવાલમાં મંડળ દ્વારા યોજાયેલ વિધાર્થીઓનો સન્માન સમારોહ, સ્નેહમિલન અને સામાન્ય જ્ઞાન પરીક્ષા વિશે વિશેષ માહીતી આપવામાં આવી હતી. તેમ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના મંત્રી મયુરભાઈ ગજીયા અને પ્રમુખ રામભાઈ વારોતરિયાની યાદીમાં જણાવાયું છે.