સમગ્ર મોરબી જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૦ ટકા માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા મોરબી : મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલગાંધીનાં જન્મ દિવસની અનોખા અંદાજમાં ઉજવણી કરી સમગ્ર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૦ ટકા માર્ક્સ લાવનાર ૩૦૦ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા યુથ કૉંગ્રેસ દ્વારા તારીખ આજરોજ કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિતે ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૦ ટકા કે તેના થી વધારે લાવ્યા હોય તેમનો સન્માન સમારોહ 'પાટીદાર હોલ ભક્તિનગર સર્કલ, મુરલીધર હોટલ પાછળ શનાળા રોડ' ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોરબી શહેર અને જિલ્લાના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા યુથ કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજા, નિતીનભાઈ નાયકપરા, અલ્પેશભાઈ કોઠીયા, પ્રશાંતભાઈ આહિર, મનીષભાઈ પટેલ,પરેશભાઈ પટેલ અને આબિદભાઈ ગઢવારા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.