ફોલ્ટ સર્જાયો તો ગ્રાહકો ને હાલાકી વેઠવી પડી શકે છે ટંકારા : પેટોલ ડીઝલ ના ભાવ વધારા ને ધ્યાનમાં રાખીને અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા PGVCL ના લાઈન કામના કોન્ટ્રાક્ટરો આજે સવારથી જ ભાવ વધારો થાય તેવી માંગ ને વળગી હળતાળ પર ઉતરી ગયા છે થોડા દિવસ પહેલાં આ અંગે મોરબી કચેરી ના મુખ્ય કોન્ટ્રાક્ટર ને લેખીત રજુઆત કરી આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરી હતી અને માંગ નહીં સંતોષાય તો હળતાળ ની ચિમકી ઉચ્ચારી હતી જેથી આજે તમામ લાઈન કામ. મિટર ફિટીગં. ફોલ્ટ પેઇન્ટિંગ ડિસ કનેકશન સહીત તમામ ગાડી ના પૈડાં થંભાવી અચોક્કસ મુદત માટે હળતાળ શરૂ કરી દીધી છે આ હડતાળ માં ટંકારા કચેરી ના જગા ભાઈ. વિ. કે. ઝાલા. ઈશ્વરભાઈ પટેલ સહીત ના તમામ કોન્ટ્રાક્ટરો જોડાયા છે. ટંકારા હડતાળ ને પગલે જો કોઈ ખરાબી સર્જાઈ તો ગ્રાહકો માટે મુશ્કેલી વધી શકે છે.