મોરબી : મોરબીના જાણીતા વિશુ પ્લેય હાઉસમાં વિશ્વ યોગ દિવસની આગામી તા.૨૧ના રોજ વિશેષ ઉજવણી કરાશે. આ ઉજવણીમાં ભૂલકાઓ તેમજ તેઓની માતાઓ પણ સહભાગી બનશે. મોરબીમાં રવાપર રોડ પર રાજ બેંક વારી શેરીમાં કાલિકા પ્લોટ-૧માં આવેલ વિશુ પ્લેય હાઉસમાં આગામી તા ૨૧ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભૂલકાઓ સાથે તેમની માતાઓ પણ ઉપસ્થિત રહેશે. બાળકો અને તેમની માતાઓને યોગ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.