બળવાની સ્થિતિ ન સર્જાય તેમજ પક્ષના હિતને ધ્યાનમાં રાખી સદસ્યોને ફરવા લઈ જવાયા મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ૧૬ કોંગી સદસ્યો મોરબી છોડીને બહાર ફરવા નીકળી ગયા છે. આ સદસ્યો ચૂંટણીના દિવસે જ મોરબી પરત આવનાર છે. સૂત્રો માંથી મળતી વિગત મુજબ જિલ્લા પંચાયતના હાલના કારોબારી સમિતિના ચેરમેન અને નવી ટર્મના પ્રમુખ પદ માટેના પ્રબળ દાવેદાર કિશોરભાઈ ચીખલીયા સહિતના ૧૬ કોંગી સદસ્યો આજરોજ ફરવા નીકળી ગયા છે. ગત ચૂંટણીમાં સમિતિને લઈને બળવાની સ્થિતિ સર્જાઈ હતી. આ વખતે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પક્ષના હીતમાં આ ૧૬ સદસ્યોને બહાર ફરવા લઈ જવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના આ ૧૬ સદસ્યો આગામી ૨૦મીએ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના દિવસે જ મોરબી પરત આવશે તેવું જાણવા મળ્યું છે.