કાલિકાપ્લોટ કબીર ટેકરી વિસ્તારમાં રહેતા મુસ્લિમ આધેડ આઠેક દિવસથી કોઈને કહ્યા વગર ઘેરથી ચાલ્યા ગયા બાદ આજે તેમની કોહવાયેલી હાલતમાં લાશ મળી મોરબી : મોરબીના લીલાપર રોડ નજીક મચ્છુ નદીના કાંઠેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાલિકાપ્લોટ કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અસ્થિર મગજના મુસ્લિમ આધેડ લાશ હોવાની ઓળખ મળી હતી. લીલાપર રોડ પર આવેલ યદુનંદન ગૌ શાળા પાછળ મચ્છુ નદીના કાંઠેથી અજાણ્યા પુરુષનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબીના કાલિકા પ્લોટમાં કબીર ટેકરી નજીક રહેતા અસ્થિર મગજના ફારૂકભાઈ હાસમભાઈ ભટ્ટી ઉ. ૪૮ની હોવાનું ખુલ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં કબીર ટેકરી નજીક રહેતા અસ્થિર મગજના ફારૂકભાઈ હાસમભાઈ ભટ્ટી ઉ. ૪૮ ગત તારીખ ૧૧ જુનના રોજ કોઈને કહ્યા વગર ઘેરથી ચાલ્યા ગયા હતા, પરિવારજનોની શોધખોળ બાદ પણ તેઓ મળ્યા ન હતા. બીજી તરફ આજે લીલાપર નજીક નદીકાંઠેથી અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી પરંતુ મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોય પ્રાથમિક દ્રષ્ટિએ ઓળખ કરવી મુશ્કેલ હતી આમ, છતાં પોલીસના પ્રયત્નોથી ગુમસુધા વ્યક્તિઓ ચેક કરતા આ મૃતદેહ ગુમ થયેલા હસમભાઈ ભટ્ટીનો જ હોવાનું ખુલ્યું હતું.