સમગ્ર મોરબી જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૦ ટકા માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીઓને સત્કારવામાં આવશે મોરબી : મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આગામી તા. ૧૯ ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલગાંધીનાં જન્મ દિવસની અનોખા અંદાજમાં ઉજવણી કરવા નક્કી કરી સમગ્ર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૦ ટકા માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા યુથ કૉંગ્રેસ દ્વારા તારીખ ૧૯-૬-૨૦૧૮ ના રોજ કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિતે ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૦ ટકા કે તેના થી વધારે લાવ્યા હોય તેમનો સન્માન સમારોહ મોરબી ખાતે 'પાટીદાર હોલ ભક્તિનગર સર્કલ પાસે મુરલીધર હોટલ પાછળ શનાળા રોડ' ખાતે રાખવામાં આવ્યો છે. જેથી મોરબી શહેર જિલ્લાના તેજસ્વી વિધાર્થી ઓ તેમજ વાલી મિત્રોએ તારીખ ૧૮-૬-૨૦૧૮ સુધી માં માર્કસીટ ની ઝેરોક્ષ કોંગ્રેસ કાર્યકર્તા પુષ્પરાજસિંહ જાડેજા (૯૧૭૩૯૦૫૫૫૫), નિતીનભાઈ નાયકપરા (૯૭૨૪૩૪૮૨૨૪), અલ્પેશભાઈ કોઠીયા (૯૮૯૮૯૭૮૨૩૪), પ્રશાંતભાઈ આહિર (૯૫૩૭૮૭૮૧૨૩), મનીષભાઈ પટેલ (મોરબી (૯૯૭૮૮૧૪૫૧૪), પરેશભાઈ પટેલ (ટંકારા), (૯૯૨૫૯૬૧૯૪૪), આબિદભાઈ ગઢવારા(વાંકાનેર), (૯૭૧૪૮૯૯૩૫૭) ઉપરોકત સન્માન સમારોહ પાટીદાર હોલ, ભક્તિનગર સર્કલ, મુરલીધર હોટલની પાછળ, મોરબી ખાતે તારીખ ૧૯-૬-૨૦૧૮ નાં રોજ યોજાશે જેથી વિધાર્થી મિત્રોએ બપોરે ૩ વાગ્યે હાજર રહેવુ કાર્યક્રમ ૩:૩૦ વાગ્યે ચાલુ થઈ જનાર હોવાનું યુથ કોંગ્રેસની સતાવાર યાદીમાં જણાવાયું છે.