હળવદ : હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે 14 થી વધુ કોન્ટ્રાકટરો એ નાયબ ઈજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હળવદ તાલુકામાં પીજીવીસીએલના વિવિધ કામો કરતા ૧૪થી વધારે કોન્ટ્રાકટરો દ્વારા આજરોજ પોતાની વિવિધ માંગોને લઈ હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે ધસી આવ્યા હતા. અને હાલ મોંઘવારી અને જીએસટીને લઈ લેબર ચાર્જમાં વધારો કરવામાં આવે તેમજ મટીરીયલ સમયસર ન મળતું હોવાથી કામ પણ સમયસર થતું નથી અને જે મળે તે ઓછું મળે છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધુ ચુકવવો પડતો હોય છે તેમ સહિતની વિવિધ માંગણીઓ અંગેનું એક આવેદનપત્ર પાઠવી નાયબ ઈજનેર એ.બી. વસાવાને લેખિત રજૂઆત કરી હતી. આ તકે કોન્ટ્રાકટર વિજયભાઈ પટેલ, મનોજ ગોપાણી, રાજભા, બિપીન ગુસાઈ, સંજય કાળુ, મહિપતસિંહ ડાભી સહિતના કોન્ટ્રાકટરો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ કે, અમારી વિવિધ માંગો તા.૧૮ સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો રાજકોટ ખાતે આવેલ કોર્પોરેટેડ કચેરી સામે ધરણા કાર્યક્રમ આપી વિરોધ દર્શાવવામાં આવશે.