નિવૃત અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓ અને તેજસ્વી તારલાં વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા મોરબી : મોરબીના સંત કબીર આશ્રમ ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ભાજપા – ગુજરાત પ્રદેશ (અ.જા.) મોરચાના મહામંત્રી અને ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ – ગુજરાત સરકારના ચેરમેન તેમજ ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયાનો વિશિષ્ટ સન્માન તેમજ નિવૃત અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓ અને તેજસ્વી તારલાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના પૂર્વ પ્રદેશ પ્રમુખ પી.પી.શ્રીમાળી, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના મંત્રી દલસુખભાઈ ધુમલ, નાયબ માહિતી નિયામક ભાનુપ્રસાદ દવે, યોગેન્દ્રભાઈ પંડયા (મદદનીશ સહકારી અધિકારી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા, આ સન્માન સમારોહ ને સફળ બનાવવાં માટે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મોરબી જીલ્લા ઘટકના પ્રમુખ જયેશભાઈ કાંટીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ શુકલ, સર્વે ઉપપ્રમુખો રવિભાઈ ધુમલ, શ્રી મુકેશભાઈ પુરાણી, રમેશભાઈ ગેડીયા, હિંમતભાઈ ગેડીયા, મહામંત્રી દિલીપભાઈ શુકલ, મંત્રી અશોકભાઈ કાંટીયા, રમેશભાઈ ચૌહાણ, સંગઠન મંત્રી રામજીભાઈ શ્રીમાળી અને શ્રી પ્રકાશભાઈ પુરાણી સહિતનાઓ એ જહેમત ઉઠાવી હતી. ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ – મોરબી જીલ્લા ઘટકના આગામી નવા પ્રમુખ તરીકે દિલીપભાઈ શુકલ, મહામંત્રી તરીકે પ્રવિણભાઈ.ડી.શુકલ, ખજાનચી તરીકે ભરતભાઈ શ્રીમાળી ની સર્વાનુમતે વરણી થતાં અધ્યક્ષ ગૌતમભાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા અને રૂ. ૧૧,૦૦૦/-નુ અનુદાન પણ આપવામા આવ્યુ હતું અને આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃત સમજ અપાઇ હતી.