મોરબીના ગૌરવ સમાં બન્ને બાળકોને વધુને વધુ વોટ આપવા નગરજનોને અનુરોધ : અનલિમિટેડ વોટ પણ આપી શકાશે મોરબી: મોરબીના બે બાળકોએ ઝી ટીવી પ્રસ્તુત ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં પ્રવેશ મેળવી મોરબીનું નામ દેશભરમાં ગુંજતું કર્યું છે. આ બન્ને બાળકોની જોડીએ ધમાકેદાર પરફોર્મન્સના આધારે ટોપ ફાઈવમાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે આ બંને બાળકોને વધુ ને વધુ વોટ આપવા નગરજનોને અનુરોધ કરાયો છે. મોરબીની સરકારી શૈક્ષણિક સંસ્થા પોલીસલાઈન કુમાર તાલુકા શાળામાં ધો.૮ના વિદ્યાર્થી અમિત દેલવાણીયા અને ખાનગી શાળાના વિદ્યાર્થી મન પટેલે ઝી ટીવી પ્રસ્તુત ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં પ્રવેશ મેળવીને ધમાકેદાર પર્ફોમન્સ આપ્યા છે. બન્ને બાળકોએ ડાન્સ ઇન્ડિયા ડાન્સ જેવા લોકપ્રિય શોના ટોપ ફાઈવમાં આવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. બન્ને બાળકોની જોડીને વોટ કરવા માટે ૫૭૫૭૫ ઉપર DIDLM MAN લખીને એસએમએસ કરવાનો રહેશે. આ ઉપરાંત https://www.instagram.com/p/BjkU_3OhURW/ વોટ કરી શકાશે અને સાથે https://zeetv.zee5.com/did-lil-masters/ ઉપર જઈને અનલિમિટેડ વોટ આપી શકાશે.