મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી મોરબી : ચારણ ગઢવી સમાજ સહિત હિન્દૂ સમાજમાં પૂજનીય આઈશ્રી મોગલમાં વિરુદ્ધ ફેસબુકમાં અભદ્ર ટિપ્પણી કરતા ગઢવી સમાજ રોષે ભરાયો છે અને આ આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સમસ્ત હિન્દૂ સમાજ જેમને પૂજનીય ગણે છે તેવા ચારણ, ગઢવી સમાજના આઈ શ્રી મોગલમાં વિષે ફેસબુક ગ્રુપમાં અભદ્ર ટીપ્પણી કરવામાં આવતા ચારણ ગઢવી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. વધુમાં આવેદનપત્રમાં ફેસબુકમાં અભદ્ર ટિપ્પણી કરનાર લોકોના નામ પણ જણાવ્યા છે અને ધાર્મિક લાગણી દુભાવનાર મનીષ મંજુલાબેન ભારતીય, સદામ મલીક, રાહુલ રવન સહિતનો વિરુદ્ધ પગલાં ભરી સમાજમાં કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવનારા સામે કડક હાથે કાર્યવાહી કરવા મંગ ઉઠાવવામાં આવી હતી.