મોરબી : મોરબીની કેનાલ ચોકડી ખાતે પાટીદારધામના સેવાભાવી યુવાનો દ્વારા સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મોરબીના રવાપર રોડ પર આવેલ કેનાલ ચોકડી ખાતે પાટીદારધામ દ્વારા લોકો માટે સરબત વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ સેવાકાર્યમાં પાટીદારધામ સંસ્થાના યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. બહોળી સંખ્યામાં લોકોએ સરબત વિતરણનો લાભ લઈને ગરમીમાં ઠંડક મેળવી હતી.