(1) મોરબી નેશનલ હાઇવે પર સોખડા નજીક રોડ નજીક સુતેલા શ્રમિક ઉપર લોડર ફરી વળ્યું : મોત મોરબી : મોરબી નેશનલ હાઇવે પર સોખડા ગામના પાટીયા નજીક રસ્તા નજીક સુતેલા શ્રમિક પરિવાર પર લોડર ફરી વળતા એકનું મોત નીપજ્યું હતું તો અન્ય એક મહિલાને ઇજા પહોંચી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી નેશનલ હાઇવે પર જી.જે.૧૫ એસ.આર. ૦૩૪૪ નંબરના ટ્રેકટર મશીન લોડરનો ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રેકટર લોડર મશીન પુર ઝડપે અને બેફિકરાઇથી ચલાવી આગળ રોડની સાઇડ ઉપર સુતેલ ફરિયાદી ફુલરાની ધનીરનામ આદીવાસી ઉવ ૪૦ મુળ રહે અદાવત તા બંદા જી. સાગર હાલ લેટિન પેપર મિલ તા.જી. મોરબી વાળાના જેઠ ઉપર માથાના ભાગે ચડાવી દઇ ગંભીર ઇજા કરી મોત નીપજાવ્યુ હતું. આ ઉપરાંત ફરિયાદી બેનને ડાબા હાથના ભાગે ફેકચર જેવી ઇજા કરી પોતાનુ લોડર મશીન બનાવવાળી જગ્યાએથી થોડે દૂર મુકી નાસી જતા આ મામલે પોલીસે લોડર નંબરના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. (2) મોરબીમાં બાળકોની તકરારમાં મોટેરાઓ બાખડયા મોરબી : મોરબીના લીલાપર રોડ પર બે બાળકોની તકરારમાં મોટેરાઓ બાખડી પડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાણવા મળ્યા મુજબ મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન મંદિર નજીક રહેતા સુરેશભાઇ છગનભાઇ પરમાર જાતે-ખવાસ ઉ-૬૦ ને આરોપી (૧) રોહીતભાઇ ધરમશીભાઇ સાંચલા જાતે દરજી તથા તેમના પત્ની દક્ષાબેન રહે બન્ને સાત હનુમાન વાળાએ લોખંડનો પાઇપ મારી ઇજા કરતા ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદી સુરેશભાઈના પુત્ર આરોપી ના દીકરા અભય સાથે બોલાચાલી અને ઝઘડો કરતા હતા ત્યારે ફરીયાદી બન્ને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓ એ ગાળો આપી સાહેદ ભરતને ઢીકાપાટુ નો મારમારી તેમજ આરોપી નં (૨) નાઓ એ ફરીયાદીને પકડી રાખી આરોપી નં (૧) નાઓએ ફરીયાદીને માથાના ભાગે તથા ડાબી બાજુના ખભા ઉપર એક એક લોખંડના પાઇપનો ઘા મારી ઇજાઓ પોંહચાડી ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હતી. આ મામલે પોલીસે જીલ્લા મેજી. મોરબી ના હથીયારબધી જાહેર નામાનો ભંગ કરવા બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (3) હળવદ હાઇવે પર ટેન્કર પાછળ ટ્રેલર ઘુસી જતા ૨ ને ઇજા હળવદ : હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર નકલંક ધામ નજીક ટ્રેલર ચાલકે હાઇવે પર ઉભેલા ટેન્કર પાછળ ટ્રેલર અથડાવતા બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. જાણવા મળ્યા મુજબ હળવદ હાઇવે પર નકલંક ધામ નજીક નરેશભાઇ ગણેશભાઇ જીંજુવાડીયા જાતે કોળી ઉ.વ ૩૦ ધંધો ડ્રાઇવિંગ રહે. જુના ધનાળા તા હળવદવાળા પોતાનું ટેન્કર લઈને ઉભા હતા ત્યારે ટ્રેલર નંબર આર જે ૧૪ જીએચ ૪૯૩૬ નો ચાલકે પોતાના હવાલા વાળુ ટ્રેલર નંબર આર જે ૧૪ જીએચ ૪૯૩૬ વાળુ રોડ પર પુ ઝડપે અને બેફીકરાઇ પુર્વક ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે સ્પિડમા ચલાવી આગળ ઉભેલ તેમના ટેન્કર નંબર GJ-13-X-937 સાથે પાછળથી ભટકાડી પોતાને બન્ને પગમા ગંભીર ઇજા તથા તેના ક્લીનર ને માથાના ભાગે ઇજા કરતા તેમજ બન્ને વાહનમા નુકશાન કર્યુ હતું. આ મામલે ટેન્કર ચાલકની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (4) નવરો નખ્ખોદ વાળે !!! મોરબીમાં પતિને કામે જવાનું કહેતા પત્નીને માર પડ્યો મોરબી : નવરો બેઠો નખ્ખોદ વાળે ઉક્તિ મુજબ મોરબીના ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી પરણીતાંનો પતિ કામ ધંધો કરતો ન હોય પત્નીએ કામે જવાનું કહેતા પતિએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મોરબીના પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ઉમિૅલાબેન નવીનભાઇ રહે ચિત્રકુટ સોસા. શેરી નં-૬ જી.આઇ.ડીસી પાછળ શનાળા રોડ મોરબીવાળાના પતિ નવીનભાઇ શીવલાલભાઇ સીતાપરા ઉ.વ ૩૬ રહે ચિત્રકુટ સોસા. શેરી નં-૬ જી.આઇ.ડીસી પાછળ શનાળા રોડ મોરબી વાળા કાઇ કામા ધંધો કરતા ન હોવાથી ઊર્મિલાબેને કામ કરવાનુ કહેતા પતિએ ઝગડો કરી ગાળો આપી ભુંડા બોલી સામાન્ય મારામારી કરી હતી. આ મામલે પોલીસે ઊર્મિલાબેનની ફરિયાદના આધારે પતિ વિરુદ્ધ શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (5) મોરબીના લીલાપર રોડ પરથી વિદેશી દારૂ સાથે ઇકો ઝડપાઇ વિદેશી દારૂ અને ઇકો કાર સહિત રૂ.૧.૬૦ લાખની માલમતા જપ્ત મોરબી : મોરબીના લિલાપર રોડ પરથી ઇકો કારમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીને આધારે પોલીસે વિદેશી દારૂ અને ઇકો કાર સહિત ૧.૬૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર ઇકો કારમાં વિદેશી દારૂ લઈને નીકળેલા (૧) લાલજીભાઇ માલાભાઇ રાઠોડ જાતે.અનુ.જાતિ ઉ.વ.૫૦ રહે.ધુટુ હરીજનવાસ મા તા.મોરબી (૨) અનસુયાબેન બાબુલાલ વ્યાસ જાતે.બ્રાહમણ ઉ.વ.૬૦ રહે.મોરબી નવલખી રોડ લાયન્સનગર સરમરીયાદાદા ના મંદીર પાસે મુળ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી રાજગોર સમાજ ની વાડી થી આગળ વાળા નીકળતા પોલીસે ઝડપી લીધા હતા. વધુમાં આરોપીઓ એ પોતાના કબ્જા ભોગવટા વાળી ઇકો કાર નંબર GJ-3-ER-7655 માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતિય બનાવટ ની પર પ્રાન્ત ની બ્લુમુન પ્રીમીયમ બ્રાન્ડ ની ૭૫૦ મીલીની બોટલો નંગ-૨૪ કિં.રૂ.૭૨૦૦/- તથા લેઝેન્ડ પ્રીમીયમ વ્હીસ્કી બ્રાન્ડ ની ૭૫૦ એમ.એલ.બોટલ નંગ-૯ કિ.રૂ.૨૭૦૦/- તથા કાર નંબર GJ-3-ER-7655 ની કિ.રૂ.૧૫૦૦૦૦/મળી કુલ રૂપિયા. ૧૬૦૮૦૦/- ના મુદામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે ભારતિય બનાવટના પર પ્રાન્તના વિદેશીદારૂ વેચાણ કરવાના ઇરાદે હેરા ફેરી કરી એક બીજાને મદદગારી કરવા બદલ ગુન્હો નોંધ્યો છે. (6) ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી જતા ધૂળકોટના મહિલાનું મોત મોરબી : મોરબીના ધૂળકોટ ગામે રહેતા મહિલાએ ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ લાભુબેન બાબુભાઇ જાવીયા ઉવ ૫૦ રહે ધુળકોટ તા જી મોરબી વાળા ગઇકાલે કોઇ પણ કારણોસર ઘઉમાં નાખવાના ટીકડા પોતાની મેળે ખાઇ લેતા પ્રથમ સારવાર કિષ્ના હોસ્પિટલમાં લઇ વધુ સારવાર માટે વ્રજ હોસ્પિટલમાં આઇ.સી.યુ સારવારમાં દાખલ થતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.