જન્મદિવસની ઉજવણી માટે મંગાવેલ છાસનું કેન પરત દેવા ગયો અને અજાણ્યુ વાહન કાળ બની આંબી ગયું ટંકારા : ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે રહેતા પટેલ યુવાનનો જન્મ દિવસ મૃત્યુ દિવસ સાબિત થયો હતો, રાત્રે બર્થડે પાર્ટી પુરી કરી હરબટીયાળી ગામે છાસનું કેન પરત આપવા જતી વેળાએ આ યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાનનું કરુણ મૃત્યુ નિપજતા નાના એવા ભૂતકોટડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શનિવારે રાત્રે નવેક વાગ્યાના સુમારે રાજકોટ મોરબી રોડ પર હરબટીયાળી ગામ નજીક ડબલ સવારી બાઈક ને અજાણ્યા વાહને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ભુતકોટડા ના ૧૭ વર્ષના ભૌતિક રમેશભાઈ ઉજરીયાનુ ધટના સ્થળે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું તો પાછળ બેઠેલા નિરવ પટેલ ને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો વધુમાં આજે ભૌતિકનો જન્મ દિવસ હતો અને ઉજવણી કરવામાં માટે પ્રોગ્રામ રાખ્યો હતો જેમા હરબટીયાળીની ડેરી માથી છાસ મગાવી હોવાથી છાસનું કેન પરત દેવા જતા હતા ને સમયે મોત આબી ગયુ હતું ને જન્મ દિન જ મોત નુ કારણ બન્યુ હતું. આ મામલે હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.