મોરબી : મોરબીના ઘુંટુ ગામની સીમમાંથી એસઓજીની ટીમે એક શખ્સને ગેરકાયદેસર સ્ફોટક પદાર્થના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે આ શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવેલ હતો. એસ.ઓ.જી.સ્ટાફ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ હકિકત આધારે ધુંટું ગામથી લખઘીરપુર જતા તળાવની પાળના કાચા રસ્તે તળાવની પાળથી દક્ષિણ તરફ તકીયા નામની ખરાબાની જમીનમાં કુવા પાસે જાહેરમાં આરોપી નિર્મળ વિઠ્ઠલભાઇ પરમાર જાતે દેવીપુજક ઉવ.ર૮ રહે.ચાધુંડા પ્લોટ લતીપર ચોંકડી,જોડીથા રોડ,ધ્રોલ જી.જામનગર વાળો ગેરકાયદેસર રીતે, લાયસન્સ કે આધાર વગર સ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટોક ટોટા કુલ નંગ.૮૪ કી.રૂ.૮૪૦/તથા ઇલેકટ્રોનિક ડેટોનેટર કુલ નંગ.૬૯ કી.રૂ.૬૯૦/-તથા એક્સપ્લોન્ડર નંગ.-૧ ફી.રૂ.૧૦૦૦/-તથા મોબાઇલ નંગ.-ર કી.રૂ.૧૫૦૦/-મળી કુલ કિ.રૂપીયા ૪૦૩૦/-ના મુદામાલ સાથે મળી આવતા સ્ફોટક અપિનીયમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાયેલ છે.