માતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી : નરાધમ પિતા પર ફિટકાર મોરબી : મોરબી પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી સાથે તેના જ પિતાએ શારીરિક અડપલા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના માતાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. મૂળ મહારાષ્ટ્રના નાગપુરના ભંડારગામના વતની અને હાલ મોરબી નજીક વસવાટ કરતા મહિલાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિએ તેની ૧૨ વર્ષની સગીર દીકરી સાથે છેલ્લા એક માસ દરમિયાન રાત્રીના સમયે તેની દીકરી પર ખરાબ નજર કરીને તેની સાથે નિર્લજ્જ ચેનચાળા કરી અડપલા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પિતાએ પોતાની દીકરી પર નજર બગાડી આવું કૃત્ય કર્યાની ઘટનાથી ચકચાર મચી છે. સમગ્ર પંથકમાંથી નરાધમ પિતા પર ફિટકાર વરસી રહ્યો છે.