મોરબી : મોરબી નજીક સીરામીક ફેકટરીમાં ટેન્કરે હડફેટે લેતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ જેતપર રોડ પર આવેલા સાઈ મેક્સ સીરામીકમાં ટેન્કર નં. જીજે ૧૦ વી ૬૫૬૧એ રાહુલ નામના યુવાનને હડફેટે લેતા તેનું મોત નિપજયુ છે. યુવાનને હડફેટે લીધા બાદ ટેન્કર ચાલક ટેન્કર મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે મોરબી તાલુકા મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.