મોરબી : મોરબી નજીક જેતપર- પીપળી રોડ પર એક્ટિવા પર વિદેશી દારૂની ૮ બોટલ લઈને જતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની પૂછતાછ કરતા અન્ય એક આરોપીનું પણ નામ ખુલ્યું હતું. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક જેતપર - પીપળી હાઇવે પર આવેલ સોમનાથ પમ્પ પાસે એક્ટિવા પર રૂ.૨૪૦૦ની કિંમતની દારૂની ૮ બોટલ લઈને જતા ચિરાગભાઈ વસંતભાઈ ગણાત્રા ઉ.વ.૩૬ રહે. રણછોડનગર- મોરબી ૨ , રવિભાઈ જિતેન્દ્રભાઈ પાલા ઉ.વ.૨૨ રહે. આનંદનગરને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓની પૂછતાછ કરતા સાગર કાન્તિભાઈ પલણ રહે. રણછોડનગર -મોરબી ૨નું નામ ખુલ્યું હતું. પોલીસે બન્ને આરોપીઓની રૂ.૩૨,૪૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરીને ત્રીજા આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.