મામલો પોલીસ મથકે પહોંચતા ચકચાર ટંકારા : ટંકારાના જબુલપર ગામમા વાડીના શેઢા બાબતે જીલ્લા ભાજપ ના હોદેદાર અને માજી સરપંચ વચ્ચે શેઢા તકરાર મા બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્તા સામસામી ફરિયાદ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હાલ મોરબી અને મુળ જબલપુર રહેતા પ્રાગજીભાઈએ ફરિયાદ નોંધાવી છે કે તે રાજકોટ રોડ પર આવેલી પોતાની વાડીએ હતા ત્યારે આરોપી ગોરઘનભાઈ જીવાભાઈ ગડારા, ગણેશ જીવાભાઈ ગડારા, દુર્લભજીભાઈ જીવાભાઈ ગડારા અને કાંતિભાઈ જીવાભાઈ ગડારાએ આવીને શેઢા બાબતે બોલાચાલી કરીને ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી લાકડાના ધોકા વડે વાસામાં મારી તથા સાહેદને ઈજા પહોચાડ્યાની ફરિયાદ પ્રાગજીભાઈ ટપુભાઈ કામરીયાએ ટંકારા પોલીસ મા કરી છે તો સામાપક્ષે ગોરધન જીવાભાઈ ગડારાએ પણ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પ્રાગજીભાઈ ટપુભાઈ કામરીયા, મગનભાઈ ટપુભાઈ કામરીયા, પ્રભુભાઈ ટપુભાઈ કામરીયા રહે-બધા જબલપુર એ જીસીબી વડે ગોરધનભાઈની વાડીએ આવીને શેઢે ખોદકામ કરતા હોય તે બાબતે બોલાચાલી કરી આરોપીઓએ ગોરધનભાઈ તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખાવની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ ભાજપ ના સંગઠન ના હોદેદાર અને સામે માજી સરપંચ અને કોગેસ અગ્રણી થી નાના ગામમાં રાજકારણ મા ગરમાવો આવ્યો છે.