રિક્ષામાં ફરવાને બહાને ડેમે આવી કૂદકો માર્યો મોરબી : શુક્રવારે બપોરના સમયે રીક્ષા ચાલકને ફરવા જવાનું કહી મોરબીના મચ્છુ - ૨ ડેમ ખાતે પહોંચેલા સોની વેપારીએ ડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ શુક્રવારે બપોરના સમયે મોરબીમાં રહેતા ઇન્દુલાલ અમૃતલાલ આડેસરા (ઉ.વ. 65) રે. લખધીરવાશ નામના સોની વેપારી રીક્ષા ચાલકને મચ્છુ - ૨ ડેમ ખાતે ફરવા જવાનું કહી રીક્ષા ભાડે કરી ડેમ પહોંચ્યા હતા અને બીમારી થી કંટાળી ડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી લીધી હતી. જો કે ઘટના બાદ તુરત જ ડેમ પર ફરજ પરના સ્ટાફે ફાયર બ્રિગેડને જાણ કરી વેપારીને બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ સોની વેપારીનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. આ આપઘાત મામલે મોરબી પોલીસે ગુન્હો નોંધી વધુ તાપસ હાથ ધરી છે