આપદામિત્રોને વડોદરા સુરત ખાતે તાલીમ આપવામાં આવી મોરબી : રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપતી સમયે લોકો માટે ત્વરિત રાહત બચાવ કામગીરી કરી શકાય તે હેતુથી દરેક જિલ્લામાં આપદામિત્રોની ભરતી કરવામાં આવી રહી છે જે અન્વયે મોરબી શહેર અને તમામ તાલુકા મથકોએ ૬ - ૬ આપદામિત્રોની ભરતી કરી તમામને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. સમાજ સેવા ગુજરાતની સંસ્કૃતિનો ભાગ છે અને સમાજ હંમેશા કોઈપણ આપતિ દરમ્યાન પ્રથમ પ્રતિભાવ આપતો હોય છે આપતી દરમ્યાન અસરકારક પ્રતિભાવ આપનાર સમુદાયને તાલીમ આપી વ્યવસાયિક બનાવવા ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન સતામંડળ દ્વારા નક્કી કરી બચાવ રાહત કામગીરી હાથ ધરવા માટે સમુદાયના સ્વયંસેવકોની તાલીમ આપી અને અસરકારક આપતિ પ્રતિભાવ માટે જિલ્લા વહીવટી તંત્રની મદદ માટે ' આપદાયિત્ર' પ્રોજેકટ શરૂ કરેલ છે, જેના અમલીકરણ માટે ખાસ આયોજન કરવામાં આવેલ છે. તમામ જિલ્લા કક્ષાએ કુલ ૬ અને દરેક તાલુકા કક્ષાએ કુલ ૬ સ્વયંસેવક પસંદગી કરવામાં આવી છે અને તેઓને ૨ અઠવાડિયાના સમય માટે ડીઝાસ્ટર મનેજમેન્ટની અને તરવાની તાલીમ આપવામાં આવી છે. તાલીમના અને તમામ સ્વયંસેવકો ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન સત્તામંડળ ધ્વારા 'આપદામિત્રો'ને પ્રમાણપત્ર આપી ઓળખપત્ર પણ આપવામાં આવશે અને કોઈપણ કટોકટી દરમિયાન 'આપદાયિત્ર' સહાય માટે હાજર રહેશે. મોરબી જિલ્લા ખાતે જિલ્લા કક્ષાએ કુલ-૬ અને તમામ પાંચ તાલુકા કક્ષાએ કુલ ૬ - ૬ 'આપદાયિત્ર' ની પસંદગી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટરની સૂચના બાદ પસંદ કરવામાં આવેલ છે. આ સ્વયંસેવકંવ્ને પ્રોત્સાહન આપવા માટે તેમજ પ્રોજેક્ટની ઉદઘાટન વિધિ માટે રાજ્યના મુખ્યમંત્રીએ પણ પ્રોજેક્ટમાં અંગત રસ લીધેલ છે. મોરબી જિલ્લાના તમામ પસંદ કરાયેલ આપદામિત્રોને નૌકા તાલીમ કેન્દ્ર, સિનોર, વડોદરા એસ.આર.પી.એફ.કેમ્પ તેમજ સુરત એસઆરપીએફ કેમ્પ ખાતે તાલીમબદ્ધ કરવામાં આવેલા છે. આ આપદામિત્રો મોરબી જિલ્લામાં આવનારી કોઈપણ આપતિમાં તંત્ર તેમજ સમાજને ખુબજ મદદરૂપ થઈ શકશે.