મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ સન્માન પત્ર એનાયત કરીને કલાકાર તરીકેનું બિરુદ અપાયું ટંકારા : મોરબી ખાતે તાજેતરમાં અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ દ્વારા ટંકારાના સંતવાણીના સ્ટેજ પ્રોગ્રામના કલાકાર અજય કોશિયાને વિશેષ સન્માન સમારોહમાં ભજનિક કલાકાર તરીકેનું બિરુદ અપાયું છે. ઈટો પકવવાની સાથે માં સરસ્વતીની આરાધના કરી પૌરાણિક ભજનો અને સંતવાણીના શુર અને મધુર સ્વર માટે ટંકારામાં પ્રખ્યાત અજય કોશિયાને બિરુદ મળતા શુભેચ્છકો દ્વારા અભિનંદન મળી રહ્યા છે કુંભાર જ્ઞાતિમાં અનેક ભક્તો થઈ ગયા છે .તેવામાં હાલની યુવાપેઢીના ઉગતા કલાકાર માના ટંકારા પંથકમાં જાણીતા અને જેના સ્વર મા સાક્ષાત સરસ્વતી નો વાસ છે એવા અજય ભાઈ ચતુરભાઈ કોશિયાને અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ ના બેનર તળે મોરબી મા વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો જેમા ભજનિક કલાકાર તરીકે ખાસ પ્રમાણપત્ર એનાયતનો અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ટંકારા નું ગૌરવ કહી શકાય તેવા અજય ભાઈ ને ભજનિક કલાકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.