મોરબી : મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટાફે આજે રાત્રી ના સાડા નવ વાગ્યા ની આસપાસ શનાળા રોડ પર આવેલ સ્કાય મૉલ પાસે થી દારૂ પીધેલી હાલતમાં સંજય ભગવાનજીભાઈ વરમોરા રહે.છાત્રાલય રોડ નવા બસસ્ટેન્ડ પાછળ અને મનીષ ઘનશ્યામભાઈ એરવાડીયા રહે.રવાપર રોડ વિજયનગર વાળાની ધરપકડ કરી હતી. જેમા બાદ મા દારૂ પીધેલી હાલત મા રહેવા બંન્ને યુવાનો ને અઢી કલાક મા જ જામીન પર મુક્ત કર્યા હતા. પોલીસની આ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.