બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા પોલીસમાં ફરિયાદ દાખલ ન કરાઇ મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક આજે વહેલી સવારે ટ્રકે ઘેટાં બકરના ને હડફેટે લેતા ૧૦ થી વધુ ઘેટાં બકરાના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જો કે બનેં પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી નથી. મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક નેશનલ હાઇવે તરફ જવાના રસ્તે માલધારી પોતાના ઘેટાં બકરાને લઈને આજે વહેલી સવારે ૪:૩૦ કલાકે પસાર થઈ રહ્યો હતો. તે સમયે પુરપાટ ઝડપે આવતા જીજે ૦૨ એક્સ ૩૨૩૬ નંબરના ટ્રક ચાલકે ઘેટાં બકરાના વાઘને હડફેટે લેતા હાઇવે ઘેટા બકરાઓની મરણચીસોથી ગાજી ઉઠ્યો હતો. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના વહીલમાં અનેક ઘેટા બકરાઓ ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં ૧૦ થી વધુ ઘેટા બકરાના મોત નિપજ્યા હોવાનું અને અનેક ઘેટા બકરાઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા બનાવની ફરિયાદ કરવામાં ન આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.