મોરબી : મોરબીના ઘુંટું ગામે કિરણ જનરેટરવાળા રણછોડભાઈ મગનભાઈ સંઘાણી દ્વારા સ્વ. મણીબેન મેઘજીભાઈ સંઘાણીના સ્મરણાર્થે રૂ.૧૪.૭૫ લાખના ખર્ચે કેશવદ્વાર તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રવેશદ્વારનો અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. કેશવદ્વારના લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, નકલંક મંદિરના મહંત દામજી ભગત, રામધન આશ્રમના માતાજી ભાવેશ્વરી બેન તેમજ મગનભાઈ મેઘજીભાઈ સંઘાણી, વસંતભાઈ મગનભાઈ સંઘાણી, કેવલભાઈ રણછોડભાઈ સંઘાણી, રણછોડભાઈ મગનભાઈ સંઘાણી, અમૃતભાઈ મગનભાઈ સંઘાણી અને દિવ્યેશભાઈ રણછોડભાઈ સંઘાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.