ખનીજ વિભાગના સઘન ચેકીંગથી ખનીજચોરોમાં રીતસરનો ફફડાટ મોરબી : મોરબી જિલ્લામાં ખનીજ વિભાગે સઘન ચેકીંગ હાથ ધરીને રોયલ્ટી ભર્યા વિના ખનિજની હેરફેર કરતા ૪ ટ્રકોને ઝડપી પાડતા ખનિજચોરોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જિલ્લામાં ખનીજ વિભાગે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં નેશનલ હાઇવે પર આવેલા કાવેરી સીરામીક નજીકથી જીજે ૮ ઝેડ ૨૯૯૯ અને જીજે ૧૦ ટીટી ૯૭૯૧ નંબરના ટ્રકોમાં રોયલ્ટી ભર્યા વિના ચાઇના ક્લેની હેરફેર થતી હોવાથી ટ્રકચાલક રાવલભાઈ જખાભાઈ અને પન્નાલાલ ફુલદેવરાને ઝડપી લીધા હતા. આ ઉપરાંત ખનીજ વિભાગે બેલા ગામ નજીક એક સફેદ માટી ભરેલા ટ્રકને તેમજ વાંકાનેરમાંથી ખનીજ ભરેલા એક ટ્રકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.