મોરબી : મોરબી જિલ્લા રમત ગમત અધિકારી તેમજ જુડો કવિન પ્રવીણાબેન પાંડોદરા નો આજ રોજ જન્મદિવસ છે. ઉમદા વ્યક્તિત્વના માલીક અને પોતાની ફરજ પ્રત્યે અનેરી નિષ્ઠા ધરાવતા પ્રવિનાબેનને આજે તેમના જન્મદિવસની ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી છે. મોરબી જિલ્લાને રમત ગમત ક્ષેત્રે નવી ઉંચાઈએ પહોંચાડવાની નેમ સાથે પોતાની ફરજ પ્રત્યે હંમેશા સજાગ રહેતા રમત ગમત અધિકારી પ્રવીણાબેન પાંડોદરા પોતાના નિખાલસ, સરળ અને મળતાવળા સ્વભાવના કારણે એક અલગ ઓળખ ઉભી કરી છે. મોરબી જિલ્લાને રમત ગમત ક્ષેત્રે આગળ લઈ આવવાના સંકલ્પ સાથે તેઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. પ્રવીણાબેનની ફરજ પ્રત્યેની નિષ્ઠા ઉપરાંત તેઓની સ્પોર્ટસમેનશિપ પણ લોકો માટે પ્રેરણારૂપ છે. તેઓ જુડોના સારા ખેલાડી છે. તેઓએ જુડોમાં અનેક સિદ્ધિ પણ હાંસલ કરી છે.