મૃતદેહ નગ્ન હાલતમાં : લાશ કોહવાયેલ હોવાથી પી.એમ અર્થે રાજકોટ મોકલાઈ : તપાસનો ધમધમાટ માળીયા : માળીયાની ભીમસર ચોકડી પાસે આવેલી ખેત તલાવડીમાંથી અજાણ્યા યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ કરાતા પોલીસ ટીમ દોડી બનાવ સ્થળે ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માળિયની ભીમસર ચોકડી પાસે આવેલ ખેત તલાવડીમાં યુવાનો મૃતદેહ હોવાની પોલીસને માહિતી મળી હતી ઘટનાની જાણ થતા માળિયા પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને ત્યાં મૃતદેહ પાણી માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ નગ્ન હાલતમાં હતો મૃતકના એક હાથમાં ટાઈગર નું ટેટુ તો બીજા હાથમાં પણ ટેટુ દોરાવેલું હતું પોલીસે યુવકના મૃતદેહ ને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડયો હતો પણ મૃતદેહ ની હાલત વધુ ખરાબ હોવાથી તેને રાજકોટ મોકલવમાં આવ્યો હતો. પોલીસે યુવકની ઓળખ મેળવા તેમજ કેવી રીતે આ યુવાન નું મોત થયું તેની પણ તપાસ ચલાવી રહી છે