સફળ સારવાર બદલ ડો.હિતેશ પટેલનો આભાર માનતા પરિવારજનો મોરબી : મોરબીના બેલા ગામની ૧૪ માસની બાળકીના ગળામાં રબરની રિંગ ફસાઈ જતા તેને ઓમ હોસ્પિટલ લઈ આવવામાં આવી હતી .જ્યાં ડો. હિતેશ પટેલે સફળ સારવાર કરી દર્દીને નવજીવન અર્પયું હતું. મોરબીના બેલા ગામની રીટા મોરારજીભાઈ નામની ૧૪ માસની બાળકી રબરની રિંગ ગળી ગઈ હતી. રિંગ ગળામાં ફસાઈ જતા તેને લાળ ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે પરિવારજનો બાળકીને તાત્કાલિક મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઓમ હોસ્પિટલે લઈ આવ્યા હતા. જ્યાં ડો. હિતેશ પટેલે સમયસૂચકતા વાપરીને તાકીદે સારવાર હાથ ધરી હતી. અને તુરંત જ બાળકીના ગળામાંથી રબરની રિંગ કાઢી હતી. ૧૪ માસની દિકરીના ગળામાથી રબરની રિંગ નીકળી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો અને સફળ સારવાર બદલ ડો. હિતેશ પટેલનો આભાર માન્યો હતો.