આર્યમ જૈન એકેડમીના ભૂલકાઓના આ સેવા કાર્યને અગ્રણીઓએ બિરદાવ્યું : નાની ઉંમરથી જ દાન, ધ્યાન, ત્યાગ અને તપના પાઠ શીખતા બાળકો મોરબી : મોરબીની આર્યમ જૈન એકેડમીના ભૂલકાઓએ ભૂલકાઓએ પોતાની પોકેટમની બચાવીને તેમજ પોતાની જાતે ફાળો એકત્ર કરીને શનાળા રોડ પર છાસનું વિતરણ કર્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ ભૂલકાઓના હાથે છાસ પીને અંતરના આશીર્વાદ આપ્યા હતા. આર્યમ જૈન એકેડમી દ્વારા આપવામાં આવેલ સૂત્ર 'ખાવું કરતા ખવડાવું જેને વધુ ગમે તેનું માનવજીવન સફળ' અને ' દાન એજ શ્રેષ્ઠ ધર્મ' ને ભૂલકાઓએ સાર્થક કરીને બતાવ્યાં છે. ભૂલકાઓએ પોતાની પોકેટમની મોજ શોખમાં વાપરવાને બદલે છાસ વિતરણ કરીને પોકેટમનીનો સદઉપયોગ કર્યો હતો. ભૂલકાઓના આ સેવાકાર્યને અગ્રણીઓએ વધાવીને સરાહના કરી હતી. ઉલ્લેખનિય છે કે છેલ્લા ચાર વર્ષથી શનાળા રોડ પર વોડાફોન સ્ટોરની સામે મણીબેન પી.શેઠ પ્લોટ પૌષધશાળામાં આર્યમ જૈન એકેડમી કાર્યરત છે. જેમાં દર રવિવારે બે કલાક સુધી વિનામૂલ્યે જૈન ધર્મનું જ્ઞાન શિક્ષકો ઋષભભાઈ, વૈશાલી દીદી તથા નીતાબેન દ્વારા આપવામાં આવે છે. ભૂલકાઓ અહીં નાની ઉંમરથી જ દાન, ધ્યાન, ત્યાગ અને તપના પાઠ શીખે છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='24285,24281,24282,24283,24286']