મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરિયાનગરમાં રહેતા વૃધ્ધાનું મકાન પચાવી પાડવા સગી વહુ અને પૌત્ર - પૌત્રીઓએ વૃધ્ધાના હાથ ભાંગી નાખતા કળજુગી વહુ અને સંતાનો પર ફિટકાર વરસી રહ્યો છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ એતીબેન દેવજીભાઇ ધોળકીયા કોળી ઉવ- ૭૫ રહે. સો ઓરડી વરીયાનગર શેરી નં – ૪ મોરબી વાળાને તેમના સગા વહુ અને તેમના સંતાનોએ મકાન હડપ કરવા ઢોર માર મારી હાથ ભાંગી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટના અંગે ઓતિબેનની ફરિયાદને પગલે પોલીસે (૧) ગુલાબબેન કિશોરભાઇ ધોળકીયા (૨) વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા (૩) સોનલબેન વા/ઓ વિવેકભાઇ દેગામા અને (૪) જાનકીબેન વા/ઓ કિશોરભાઇ ધોળકીયા રહે. બધા વરીયાનગર સો ઓરડી મોરબી વિરુદ્ધ ગુન્હો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.