દર્દીઓને નિદાન , દવા તેમજ ડિજિટલ એક્સરે વિનામૂલ્યે તથા સારવાર રાહતદરે કરી આપવામાં આવશે મોરબી : મોરબીના કુંડારીયા ડેન્ટલ કેર ખાતે આવતીકાલે સોમવાર થી ૬ સુધી ત્રણ દિવસીય ફ્રી ડેન્ટલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને નિદાન , દવા તેમજ ડિજિટલ એક્સરે વિનામૂલ્યે તથા સારવાર રાહતદરે કરી આપવામાં આવશે. કુંડારિયા ડેન્ટલ કેર, એવન શોપિંગ સેન્ટર, પહેલો માળ, અવની ચોકડી, ઉમિયા સર્કલ, કેનાલ રોડ ખાતે આવતી કાલે તા.૪ ને સોમવારથી તા.૬ સુધી સવારે ૯ થી ૧ , સાંજે ૪ થી ૮ દરમિયાન ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાશે. જેમાં ડો. હિમાંશુ કુંડારીયા અને ડો. ભાવિષા કુંડારીયા દર્દીઓને નિદાન, દવા તેમજ ડિજિટલ એક્સરે વિનામૂલ્યે કરી આપશે. આ સાથે દર્દીઓને રાહત દરે સારવારનો લાભ પણ મળશે. શહેરના જાણીતા કુંડારીયા ડેન્ટલ કેરના બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ફ્રી ડેન્ટલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દર્દીઓ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.