મોરબી : મોરબી હળવદ રોડ પર આવેલી આઇટીઆઇ પાસે એક રિક્ષા પલટી જતા રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું જયારે તેમાં બેઠેલી મહીલા અને તેની પુત્રીને ઈજા પહોચી હતી બનાવ અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની મળતી વિગત મુજબ ઘૂટું ગામની મહિલા રતનબેન નરભેરામભાઈ જોગડિયા અને તેની પુત્રી શિલ્પાબેન જીજે ૩૬યુ ૦૩૨૬ નબરની રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન મોરબીના હળવદ રોડ પર મહેન્દ્રનગર ગામ નજીક આવેલ સરકારી આઈટીઆઈની સામે આવેલ ઢાળમાં પાસે રિક્ષ ચાલકે કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી ગઈ હતી.જેમાં રિક્ષાચાલક દીપક મગનભાઈ ધોળકિયાને ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે રતનબેન અને શિલ્પાબેનને ઈજા પહોચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.