અકસ્માતમાં મહિલાઓ ઘાયલ થતા મોરબી સિવિલમાં ખસેડાઇ મોરબી : પવિત્ર પરસોતમ માસમાં લજાઈ નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા તેમજ ન્હાવા ગયેલ ગોપીઓની રિક્ષા અકસ્માતે પલટી જતા ઘાયલ મહિલાઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ પવિત્ર પરસોતમ માસમાં નદીએ ન્હાવાનો મહિમા હોય ગોપીઓ સીએનજી રીક્ષા નમ્બર જીજે - ૩૬ યુ- ૫૧૧૮ માં બેસી લજાઈ નજીક આવેલ ભીમનાથ મહાદેવ તરફ જતા હતા ત્યારે અકસ્માતે રીક્ષા પલટી જતા મહિલાઓ ઘાયલ થઈ હતી. વધુમાં આ અકસ્માતમાં ઘાયલ મહિલાઓને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='24155,24158,24156,24157']