મોરબી : ગત રાત્રે રાજ્યભરના મામલતદારોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રમાં પણ ધરખમ ફેરફાર થયા છે. જિલ્લામાં ૬ મામલતદારોને નિમણૂક આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં નવા ૬ મામલતદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં માળીયામાં સી.બી.નીનામાં, હળવદમાં વી.કે.સોલંકી , મોરબી ચૂંટણી વિભાગમાં સી.કે પટેલ, ટંકારામા ચંદ્રિકાબેન પટેલ, વાંકાનેરમાં વિજયકુમાર ચાવડા અને મોરબીમાં નયનાબેન રાવલ ની નિમણુંક કરવામાં આવી છે. આ સાથે હળવદ મામલતદાર પી.એમ.મકવાણાની રાજકોટ ચિટનિશ તરીકે, માળીયા મામલતદાર એમ.એમ.સોલંકીની અમદાવાદમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ , મેટ્રોપોલિટીયન કોર્ટ-૧ તરીકે તેમજ ટંકારા મામલતદાર બી.કે.પંડ્યાની જામજોધપુર ખાતે બદલી કરવામાં આવી છે.