પગાર વધારા સહિતના પડતર પ્રશ્નોને કારણે બેંક કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલ : કરોડોના વ્યવહારો ઠપ્પ મોરબી : રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ પગાર વધારા સહિતના પડતર પ્રશ્નોને આજથી બે દિવસીય હડતાલ પાડી છે. જે અંતર્ગત મોરબીની ૧૪ બેંકોના ૪૦૦ કર્મચારીઓએ પણ હડતાલ પાડીને બેંક ઓફ બરોડા પાસે સૂત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ પગાર વધારા સહિતના પ્રશ્નોને લઈને મોરચો માંડ્યો છે. બેંક કર્મચારીઓએ આજથી બે દિવસની રાષ્ટ્વ્યાપી હડતાલ શરૂ કરી છે. બેંક કર્મીઓની પગાર વધારા સહિતની માંગ ન સંતોષાતા બે દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. બેંક કર્મચારીઓની બે દિવસની હડતાલના પગલે મોરબીના કરોડોના વ્યવહારો ઠપ્પ થઈ જતા ઉદ્યોગપતિઓ તેમજ સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. બેંક કર્મીઓના પગારમાં ૧૫ વધારો આપવાની માંગ પુરી ન કરાતા તેઓએ હડતાલ શરૂ કરી છે. હડતાલના પ્રથમ દિને આજે બેંક કર્મીઓએ બેંક ઓફ બરોડા પાસે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.